કાલોલ નગરપાલિકા વોર્ડ નં ૬ મા ઓડવાડા પાસે રોડ ઉપરનો કચરો વાળી નજીકમાં આવેલ નીક મા પધરાવતા હોવાનો તથા આ રીતે કચરો નીક મા જતા ગટરો ઉભરાતા ગટરના પાણી રોડ ઉપર આવતા હોવાનો વિડીઓ વાઈરલ થયો છે કાલોલ નગરપાલિકા ના કર્મચારી કચરો વાળી ને નીક (ગટર) મા ઠાલવતા હોવાથી વારંવાર ગટરો સાફ સફાઈ ને અભાવે ઉભરાઈ જાય છે અને ગંદુ પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે. પાલિકાને રજુઆત કરવામાં આવે ત્યારે ગટરો સાફ થાય છે પરંતું કચરો ગટર મા નાખવાને બદલે એકત્ર કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તો આવી સ્થિતિ સર્જાય નહી. પાલિકાના જવાબદાર સત્તાધીશો આ બાબતે કર્મચારીઓ ને યોગ્ય સુચનાઓ આપે તેવી વાઈરલ વિડિયો ના માધ્યમ થી માંગ કરી છે.