ડીસા શહેર ઉત્તર પોલીસે ચાઈનીઝ દોરી વેચતી એક મહિલાને સોમવારે જોગણી માતાના મંદિર પાસે મકાનમાંથી ઝડપી લીધી હતી. 40 ફીરકી રૂ. 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોમવારે ડીસા ડી.વાય.એસ.પી. સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પી.આઇ. એસ.ડી.ચૌધરીની સૂચનાથી સ્ટાફની ટીમે ચાઈનીઝ દોરી પકડવાની ઝુંબેશ દરમિયાન ડીસાના જોગણી માતાના મંદિર પાસે રહેતી પિન્કીબેન બાબુભાઈ દેવીપૂજક પોતાના ઘરે છૂટક દોરીનું વેચાણ કરતી હોવાની માહિતી મળતાં તેના મકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 40 જેટલી ફિરકી મળી આવી હતી.
જેથી પોલીસે રૂ. 40,000 ની કિંમતની પ્રતિબંધિત ફિરકીઓ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા હોલસેલ વેપારીને ત્યાંથી માલ લાવીને વેચતી હતી જેથી આવા વેપારીઓના ત્યાં પણ રેડ કરવા માંગ છે.