શંકર ભાઇ ચોધરી ને ગામે ગામ ઉત્સાહ ભેર સમર્થન

થરાદ વિધાનસભા મા ભાજપ ના કદાવર નેતા અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકર ભાઇ ચૌધરી આજે થરાદ ના આ જાવાડા . નારોલી..બેટલિયા..રડકા..આંત્રોલ..ત્તાખુવા.. ભરડાસર. કાસવી રાણેસરી શેરાઊ રતનપુરા અને રાણપુર મા સભા ઓ યોજી જેમા તેમની સાથે થરાદ ના યુવા નેતા અને બધા ના ચાહીતા બનાસ બેંક ના ડિરેક્ટર શૈલેસ ભાઈ પટેલ તેમજ રૂપસી ભાઈ મોગરોલ અનાજી વાઘેલા મોહન રાજગોર તેમજ ઉમેદસીહ બાપુ તેમજ અન્ય આગેવાનો સાથે ગામડાઓ નો પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમા શંકર ભાઇ ચોધરી એ લોકોને વચન આપ્યું હતું જે ગામો મા નર્મદાના નુ પાણી નથી ત્યા મારે પાણી પોહચાડવુ છે મારે થરાદ નો કોઇ જ યુવાન બેરોજગાર ના રહે તે માટે જી આાઇડી સી નિર્માણ કરવુ અહી લોકો ને જરૂરી ઉપચાર માટે મારે અહી અતિ આધુનિક ટેક્નોલોજી વાળુ હોસ્પિટલ નુ નિર્માણ કરવુ છે મારો કોઈ ગરીબ પરિવાર મકાન વગર ના રહે તે મારી ફરજ સમજ ને તે કાર્ય કરવુ છે મારે થરાદ ને પાલનપુર અને મહેસાણા થી અધુક સક્ષમ બનાવુ છે આ બધુ હુ ત્યારે જ કરી શકીશ જયારે તમે તમારો અણમોલ મત કમળ ના નિશાન ઉપર કરસો મારે ઘણા કામો કરવા છે પરબત ભાઈ પટેલ સાહેબે જે વિકાસ યાત્રા ને આટલો વેગ આપ્યો તેને મારે આગળ ધપાવો છે ગામે ગામ ઉત્સાહ ભેર સમર્થન સ્વાગત દેખતા આ વખત શંકર ભાઇ ચોધરી ને લોકો ખુબ જ લીડ થી જીતાડી ને ગાધીનગર મુકસે તેવુ લોકો ના ઉત્સાહ થી લાગી રહ્યું છે 

રિપોર્ટર ભરત ઠક્કર બનાસકાંઠા