ડીસામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા સટોડિયાને પોલીસે ઝડપી લીધો હતો.એલસીબી શુક્રવારે ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મામલતદાર કચેરીની બહાર મેદાનમાં ભારત-વેસ્ટઇન્ડીઝની મહિલા મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો અશોકકુમાર ભવરલાલ પ્રજાપતિ(રહે, અમરતનગર ભાગ-2 ડીસા)ને ઝડપી પાડ્યો હતો.અને તેની જોડેથી રૂપિયા 10,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.