કાલોલ નગરપાલિકા ખાતે અટલબિહારી વાજપેયીજી ની ૧૦૦ મી જન્મ જયયંતિ ની ઉજવણી કરવામાં આવી.
કાલોલ નગરપાલિકાના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાનઅને ભારત રત્ન થી સન્માનિત એવા સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦ મી જન્મદિન નિમિત્તે અટલ બિહારીજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પડ્યા તેમજ કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રતિકકુમાર ઉર્ફે મીન્ટુ ઉપાધ્યાય અને ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો પાર્થ કનોજીયા, મોન્ટુ ગોસાઈ,કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલભાઇ દીવાન તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ આશીષભાઇ સુથાર, મહેન્દ્રસિંહ રાઠોડ,વકીલ કાન્તીભાઇ સોલંકી, કિરણભાઇ કોન્ટ્રાક્ટ,મોન્ટુ કાછિયા,પીન્કેશ પારેખ સહિત ભારતીય જનતા પાર્ટીના મોટીસંખ્યામાં કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા