શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મોમ્બાસા કેન્યામાં વિશ્વયુનિટી - એકતા સંમેલન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મોમ્બાસા કેન્યાના પાટોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ વિશ્વયુનિટિ એકતા સંમેલન દરિયાપાર વિદેશની ધરતી ઉપર યોજી વાસુદેવ કુંટુંબ્કમ ભાવના જોવા મળી હતી. કાર્યક્રમમાં ઈસ્માઈલી ખોજા સલીમ મોલુ, જમીર, અમનભાઈ, અમાન વિગેરે પરિવારો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી દીપાવ્યો હતો. તેમ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.