વાડદ ગામનું નામ રોશન કરનાર કૌસેન મલેક સમગ્ર દેશમાં વોલીબોલ નેશનલ સ્પર્ધામાં ઓરિસ્સા ખાતે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યું.
કૌસેનમલેકને ગોલ્ડ મેટલ આપી સન્માન કર્યું.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ ના વતની અને સરસ્વતી હાઇસ્કૂલ વાડદ ના વ્યાયામ શિક્ષકશ્રી સાદીક મલેક (માસ્તર) ના પુત્ર કૌસેન મલેક જે હાલ નડીઆદ ગુજરાત સરકાર તરફથી ચાલતી વોલીબોલ એકેડેમી માં તાલીમ મેળવી રહ્યા છે ચાલુ વર્ષે 68 મી SGFI u-17 બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધા માં ઓરીસ્સા રાજ્ય માં પૂરી ખાતે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાત રાજ્ય નું અને ખેડા જિલ્લા નું અને ગળતેશ્વર તાલુકા નું નામ રોશન કર્યું છે
રિપોર્ટર : સૈયદ અનવર ઠાસરા ખેડા.