કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.