બનાસકાંઠા LCB એ છાપી પોલીસ મથકના સાત વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો..

નીરજ બોરાણા ( જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા )

છાપી પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાત વર્ષથી પ્રોહીબીશન ગુનાના ના નાસ્તા ફરતા આરોપી ને બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ રાજસ્થાન થી ઝડપી પાડયો છે અને જેલના હવાલે કર્યો છે..

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સુચના અન્વયે, બનાસકાંઠા LCB પોલીસ સ્ટાફ છાપી પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુના ના આરોપી ઉમેદસિંહ પરબતસિંહ ચારણ ( રહે.કુડકી જેતારણ બ્યાવર રાજસ્થાન વાળા‌ ) ને તેના રહેણાક સરનામે ખાતેથી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી ને લઈ lcb પોલીસે છાપી પોલીસ મથકે સોંપ્યો છે, છાપી પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે..