કાલોલ તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકનો 181 અભયમ હેલ્પલાઈન પર કૉલ આવેલ અને જણાવેલ કે એક અજાણ્યા મહિલા મળી આવ્યા છે રાત્રીના સમયે સુમ સાન વિસ્તારમાં બેઠા છે.અને સરખી રીતે વાતચિત કરતા નથી મદદની જરૂર છે જે બાદ હાલોલ ૧૮૧ અભયમ ટીમે કોલ આવ્યાનાં થોડી જ ક્ષણોમાં 181 અભયમ ટીમનાં કાઉન્સેલર,મહિલા કોન્સ્ટેબલ અને 181 ની ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ. પછી મહિલા સાથે વાતચીત કરી મહિલા રાત્રી સમયે એકલી બેઠી હતી આવતા જતા લોકો પૂછપરછ કરવાનાં કારણે ગભરાઈ ગયેલા અને ઘાસ ચારા માં વાડોમાં સંતાવા લાગ્યા હોય મહિલા ની માનસિક સ્થિતિ સારી ન હોય તેવું જણાવતું હતું તેથી સરખી વાતચીત કરતા ન હતા તેથી મહિલાને આશ્વાસન આપેલ અને મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જાણ્યું કે મહિલા દાહોદના વતની છે અને તેનું નામ મનાબેન ખુમાનભાઈ પલાસા અને દીકરાનું નામ શૈલેશભાઈ જણાવેલ. દાહોદ થી માંગતા માંગતા ટ્રક મા બેસી કાલોલ આવી પહોંચ્યા હતા. મહિલાનું વધુ કાઉન્સિલિંગ કર્યું તેની બોલી દાહોદની હતી અને તેમનું સરનામું દાહોદ જિલ્લાના ધાનપુર જણાવતા હતા પરંતુ સરખી રીતે યાદ ન હતું. મહિલાનો એક દીકરો અને વહુ પણ છે પછી તેની પાસે બે બેગો હતી તેને ચેક કરતા મોબાઇલ નંબર મળેલ તે તેના દીકરાનો હતો તેની સાથે વાતચિત કરી મહિલા ઘરેથી છુપાઈ છુપાઈને નિકળી જાય છે અને ભીખ માંગીને બહાર જ રહે છે .મહિલાના દીકરા સાથે વાતચીત કરી તે રાત્રીના સમયે લેવા આવી શકાય તેમ નથી તેથી મહિલાને સમજાવી સંસ્થા વિશે માહિતી આપી અને આમ ઘરેથી એકલા નીકળી ના જવાય તેમ સમજાવી પછી મહિલાનું કાઉન્સિલિંગ થાય અને તે સુરક્ષિત રહી શકે તે માટે ગોધરા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો હતો.