દાહોદ ખરેડી જીઆઇડીસીમાં પોતાની માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા ૧.૧૭ લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પાઉચ, કેન તથા બોટલ, શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા ૧૫૪૫૨૯૦ ની કુલ કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસ.ઓ. જી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી, એન.એ ના નકલી હુકમ બાદ હવે ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. દાહોદ શહેરના ગોદી રોડ, ઉકરડી રોડ પર નૂર મહોલ્લા ખાતે રહેતા મૂરતુજા કુત્બુદ્દીન ઝાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૫૨૫ માં ચાલતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટાપાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસ.ઓ.જી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ એસ.ઓ.જી પોલીસ ની ટીમ ગતરોજ બપોરના બાર વાગ્યાના સમારે બાતમીમાં દર્શાવેલ ખરેડી જીઆઇડીસી માં આવેલ ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો. અને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રિફલિગ કરેલ ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ ૪૫૬, તથા કેન નંગ ૧૦૦, તેમજ બોટલ નંગ ૨૪ મળી કુલ રૂપિયા ૧૧૭૨૦૦ ની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ 17 બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ ૪૨૫ તેમજ સ્થળ પરથીછોટા હાથી ગાડીમાંથી રૂપિયા ૨૭૦૯૦ ની કુલ કિંમતના ૧૫ કિલોના ૧૦૪ જેટલા ડબ્બા ભરેલ ૧૫૦૫ કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન તેલ (વેસ્ટ ઓઇલ), તથા કાચા બિલ તથા ખાલી બેરલ નંગ પાંચ તેમજ ૨૫ હજાર લીટરના ટાંકામાં આશરે રૂપિયા ૧૨ લાખની કિંમતનું ૧૦૦૦૦ લીટર પામોલીન તેલ તેમજ રૂપિયા બે લાખ ની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા ૧૫૪૫૨૯૦ નો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો. અને ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.