આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ ના મંગલ પર્વે સમસ્ત દેશવાસીઓ આઝાદી ના રંગે રંગાઈ 75 મી વર્ષગાંઠ ની ઉજવણી કરી રહ્યા હોય આ તકે અમરેલી ડીવીજન ના બગસરા ડેપો માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્તવ્ય નિષ્ઠ ઈમાનદાર વફાદાર કન્ડકટરશ્રી કુ. ભાવનાબેન નાગજીભાઈ ચૌહાણ જેઓને પોતાની ચાલુ ફરજ દરમિયાન એક સોનાની વીંટી (કિંમત રૂપિયા 27000)મળેલ હોય જે બાબત ની જાણ પોતાની સંસ્થા તેમજ એસ. ટી. કંટ્રોલ ઓફિસ ને જાણ કરેલ અને મૂળ માલિક ને ખરાઈ કરી પરત આપેલ હોય કુ. ભાવનાબેન નાગજીભાઈ ચૌહાણે કિંમતી સોનાની વીંટી પરત આપી એસ. ટી. નિગમનુ નામ રોશન કરેલ હોય આ બાબત ની જાણ એસ. ટી. સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ ને થતા તેમની નોંધ લઈ તેમનુ નામ પુરસ્કાર (સન્માનીત) માટે નોમિનેટ કરેલ અમરેલી ડીવીજન ખાતે આજે રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ ના દિવસે (નિયામક શ્રી ) નથવાણી સાહેબ ના વરદ હસ્તે કુ. ભાવનાબેન નાગજીભાઈ ચૌહાણ ને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા પ્રશસાપત્ર તેમજ રોકડ પુરસ્કાર (ચેક ) આપી સન્માનીત કરવામાં આવેલ અમરેલી જિલ્લા ડીવીજન તેમજ બગસરા ડેપો તેમજ લીલીયા તાલુકા ના પીપળવા ગામ તેમજ સમસ્ત અનુ. જાતિ સમાજનુ ગૌરવ વધારેલ છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं