તળાજા માં આશુતોષ અન્નક્ષેત્ર ના સ્થાપક શિવ કથાકાર ભારદ્વાજબાપુ તેમજ તેમના પત્ની ભગવતીબેન સાધુ દંપતિ દ્વારા ગરીબોને કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ રોજ સવારે કરવામાં આવે છે.

તળાજા માં ઝૂંપડપટ્ટીમાં તેમજ તળાજાથી ભાવનગર સુધી રાત્રે તેમજ વહેલી સવારે રોજ સૂતેલા બેરોજગાર, ગરીબોને જરૂરિયાતોને, પાગલ, ભિક્ષુકને ધાબળા ઓઢાડવામાં આવે છે. પ્રિયાંક સુરેશચંદ્ર શાહ તરફથી ધાબળાનો સહયોગ મળ્યો હતો. સ્વયમ સેવકો એ ભારે જહેમત ઊઠાવી હતી.

આશુતોષ અન્નક્ષેત્ર છેલ્લા ઘણા વરસથી ઝૂંપડપટ્ટીમાં નિયમિત ભોજન પહોંચાડે છે. સાથે સાથે જીવન જરૂરી વસ્તુ પણ આપે છે. ભારદ્વાજબાપુ કહે છે કે ‘ચાર દીવાલો વચ્ચે આપણને પણ ઠંડી ધ્રુજાવી દે છે. ત્યારે રસ્તા પર સૂતા ઘરવિહોણા ગરીબોની હાલત શું થતી હશે ? એક અંદાજ પ્રમાણે ભારતમાં ઠંડીને કારણે દર વર્ષે 10000થી પણ વધારે મૃત્યુ પામે છે.’

આપ પણ જો ધાબળા આ સંસ્થા ને આપવા માંગતા હોય તો 9979343434 ઉપર સંપર્ક કરવો