ધાનેરાના સામરવાડામાં આવેલી એક હોટલની બાજુની જગ્યામાં લગ્ન પ્રસંગ હતો. જેમાં રસોયાએ શનિવારે બપોરે ભોજનમાં લાડુના બદલામાં કાજુ કતરી બનાવી હતી. જેથી લગ્ન પ્રસંગમાં આવેલા સગાએ રસોયા જોડે ઝપાઝપી કરી ધક્કો મારતાં રસોયો બેભાન થઇ ગયો હતો. જેને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે રસોયાને મૃત જાહેર કર્યો હતો. ધાનેરા પોલીસે ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતે
ધાનેરાના સામરવાડામાં આવેલી એક હોટલની બાજુની જગ્યામાં લગ્ન પ્રસંગ હતો. જેમાં રસોયાએ શનિવારે બપોરે ભોજનમાં લાડુના બદલામાં કાજુ કતરી બનાવી હતી. જેથી લગ્ન પ્રસંગમાં આવેલા સગાએ રસોયા જોડે ઝપાઝપી કરી ધક્કો મારતાં રસોયો બેભાન થઇ ગયો હતો. જેને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે રસોયાને મૃત જાહેર કર્યો હતો. ધાનેરા પોલીસે ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા-ડીસા રોડ પર સામરવાડા ગામ પાસે આવેલી દ્વારકેશ હોટલની બાજુમાં હોટલની જગ્યામાં ધાનેરાના દેવાભાઇ મહેશ્વરીના ભત્રીજાનું લગ્ન હતું. આ લગ્ન પ્રસંગમાં રસોયામાં સુખદેવભાઇ ભીમાજી પ્રજાપતિ (મૂળ રહે.મલવા,તા.ગીડા,જિ.બાલોતરા-રાજસ્થાન, હાલ રહે.થાવર,તા.ધાનેરા) અને તેમના દિકરા પ્રકાશભાઇ હતા.
ત્યારે શનિવારે રસોઈમાં મેનુમાં લાડુ બનાવવાના હતા.જેની જગ્યાએ કાજુ કતરી બનાવી હતી. આ બાબતે પ્રસંગમાં આવેલા ભાવેશભાઇ બિહારીલાલ મહેશ્વરી અને કાંતીલાલ બિહારીલાલ મહેશ્વરીએ રસોયા સુખદેવભાઈ પ્રજાપતિને ઠપકો આપી ઝપાઝપી કરી લાફો મારી ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયાં હતાં.અને બેભાન થઇ જતાં તેમના દીકરા પ્રકાશભાઇ તેમને ખાનગી વાહનમાં ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સુખદેવભાઇને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઇએ પોલીસને જાણ કરી હતી. જેથી ધાનેરા પોલીસે મૃતકનું પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જોકે, પરિવારજનો દ્વારા લગ્ન પ્રસંગમાં બોલાવનારા લોકો દ્વારા મોત નિપજાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મોડી રાત સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસની દરમિયાનગીરીથી લાશ સ્વીકારી હતી. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, મોતની વધુ માહિતી પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.