પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી મળી હતી કે વેજલપુર પો.સ્ટે. એ પાર્ટ પોકસો એકટ કલમ ૧૨ મુજબના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિન ઉર્ફે બોડો રમેશભાઈ ઉર્ફે ટીનાભાઈ વસાવા રહે-ધનોલ કોઠી ફળીયા, તા.ગોધરા જી.પંચમહાલનાનો હાલ ઈસરોડીયા સીમ વિસ્તાર તા.ગોધરા ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી ઈસરોડીયા સીમ વિસ્તાર તા.ગોધરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા ભોગબનનારને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા છે