કાલોલ નગરપાલિકા ના માજી પ્રમુખ અને ઉદ્યોગપતિ કમલેશભાઈ ઊર્ફે ગોપાલ પંચાલ ના ભાઈ રાજેશ વાડીલાલ પંચાલ ના પુત્ર ના લગ્ન પ્રસંગે વરઘોડો ગુરુવારે રાત્રે કાલોલ વિસ્તારમાં નીકળ્યો હતો ત્યારે બેન્ડ, વાજા સાથે ડાન્સ કરતા કરતા જીતેન્દ્રકુમાર પંચાલ નામના ઈસમે તેની પાસે ની રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ અને તેનો વિડીઓ વાઈરલ થયો હોય કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને સીનીયર પીએસઆઈ સી બી બરંડા અને પીએસઆઈ એલ એ પરમાર તેમજ પોલીસ સ્ટાફ તાકીદે લગ્નના વરઘોડામા પહોંચી ગયા હતા અને ફાયરીંગ કરનાર ઈસમને શોધી કાઢી તેની રિવોલ્વર બાબતે પુછતા રિવોલ્વર પોતાની સ્કોર્પિયો ગાડીમા મુકી હોવાનુ જણાવેલ જેથી ગાડી પોલીસ મથકે લઈ આવી ગાડીમાંથી રિવોલ્વર રૂ ૫૦,૦૦૦/અને રિવોલ્વર મુકવાનું કવર તથા જીવતા ૫ કારતુસ રૂ ૫૦૦/અને ફુટેલા ૨ કારતુસ અને સ્કોર્પીયો રૂ ૫,૦૦,૦૦૦/ કુલ રૂ ૫,૫૦,૫૦૦/ નો મુદ્દામાલ કબજે કરી રિવોલ્વર નુ લાયસન્સ માંગતા ગુજરાત રાજ્ય નુ લાયસન્સ હોવાનુ અને હાલ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. પોતાના સાઢુ ભાઈના પુત્ર ના લગ્ન મા લોકોની જીંદગી જોખમમાં મુકાય તેવી રીતે જાહેરમાં બેદરકારી પૂર્વક હવામાં ફાયરીંગ કરી લોકોની સલામતી જોખમમાં મુકી રિવોલ્વર ગાડીમાં મુકી દઈ જીલ્લા મેજિસ્ટ્રેટ ના હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કર્યો તેમજ આમ્સ એક્ટ કલમ ૨૫(૯),૨૩,૩૦ તથા બી એન એસ કલમ ૧૨૫,૨૮૮ અને જીપી એક્ટ ની કલમ ૧૩૫ મુજબનો ગુનો કરેલ હોય કાલોલ પોલીસ દ્વારા જીતેન્દ્રકુમાર પ્રવીણભાઇ પંચાલ રે. અભલોડ ગામ તળ તા. ગરબાડા જી દાહોદ ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.