કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં મગનપુરી ખાતે કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર માટી ખનન થતું હોવાની મળેલી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના ક્ષેત્રીય ટીમ નાઅધિકારીઓ દ્વારા ગુરુવારે સવારે અચાનક રેડ પાડતા માટી ખનન કરતા ચાર ટ્રેક્ટર તથા એક જેસીબી મશીન સહિત રૂ ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને કલેકટર કચેરી ખાતે મુદ્દામાલ મુકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કાલોલ તાલુકામાં માટી ની લીઝ મેળવી મળેલ પરવાનગી કરતા વધુ માટી કાઢી લેવા માટે મોટા મોટા ખાડા પાડી દેવાની પ્રવૃત્તિ ફુલીફાલી રહી છે જેમા ખનીજ વિભાગ અસરકારક રીતે તપાસ હાથ ધરે તો લીઝ ના નામે થતું મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
ડેરોલ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન કરતા ૪ ટ્રેકટર ૧ જેસીબી ખનીજ વિભાગે ઝડપી ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
