આજરોજ તારીખ ૪/૧૨/૨૦૨૪ ના રોજ ૧ લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી ઇન્ચાર્જ શ્રી જિલ્લા ટીબી/એચઆઈવી અધિકારી શ્રી એ. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના પ્રમુખશ્રી ખાનચંદ ઉડવાણી, સેક્રેટરીશ્રી ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) અલીભાઈ ચુનાવાલા, ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ, ચેર પર્સન શ્રી શબ્બીરભાઈ નગદી, ચેર પર્સન શ્રી મુકેશભાઈ માળી, ચેર પર્સન શ્રી છોટુભાઈ બામણીયા,ચેર પર્સન શ્રી રમેશભાઈ જોષી ના કરકમલો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબળા વિતરણ તથા પોષાક-આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ અને ચેર પર્સન શ્રી છોટુભાઈ બામણીયા દ્વારા રોટરી ક્લબ દાહોદ ના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક ટીબી એચઆઇવી ઓફિસર શ્રી ડોક્ટર એ. આર. ચૌહાણ દ્વારા એચઆઇવી /એઇડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ડિસ્ટ્રીક એડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ,એઆરટી સેન્ટર, લિંક વર્કર સ્કીમ, ટી. આઈ. વિગેરેના તમામ સ્ટાફશ્રીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.આ વર્ષે WHO ની 2024 ની થીમ "Take the right path:my health,my right"ના સૂત્ર સાથે એ.આર.ટી. સેન્ટર દાહોદ દ્વારા એચઆઇવી /એઇડ્સ વિષયક જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી. ત્યારબાદ જરૂરિયાત મંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ 100 જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષાક-આહારની ચેરિટી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ, દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.