ડીસાના લેબોરેટરી એસોસીયેશન દ્વારા લેબટેક વેલફેર ફાઉન્ડેશન આયોજિત “રતન” લેબટેક કોન્ફરન્સ -24 નું સફળ આયોજન ભગવતી રિસોર્ટ આબુરોડ ખાતે યાજાયેલ. આપણા દેશનું ગૌરવ તેવા સ્વ રતજી ટાટાને સ્મરણાંજલી આપવાના ઉધ્યેશથી કોન્ફરન્સનું નામ “રતન” આપવામાં આવેલું.

સમગ્ર ઉત્તર ગુજરાતના લેબ ટેક મિત્રો રવિવારના રોજ કોન્ફરન્સ માટે એકઠા થયેલ જેમાં ચિફ ગેસ્ટ તરીકે જાલોર ક્ષેત્રના MP શ્રીમાન લુમ્બારામજી ચૌધરી ઉપસ્થિત રહેલ અને શુભકામનાઓ પાઠવેલ તેમજ શાબ્દિક સ્વાગત અને કોન્ફરન્સનો હેતુ વિશે કોન્ફરન્સ ચેરમેન રાજેશ ઠક્કરે રજૂઆત કરેલ બાબુભાઈ પટેલ ,કલોલ તેમજ કોન્ફરન્સ પેટ્રોન ડો. રીટાબેન પટેલે કવોલીટી અને યુનિટી વિષે વિશેષ વાતો કરેલ. એલર્જી વિશે તેમજ, અગાપે વિગેરે એ ટેક્નિકલ વિષયો સાયન્ટીફીક સેશન માં વિશેષ નોલેજ આપેલ. મધુર ભોજન બાદ લેબટેક વેલ્ફેર ફાઊંડેશન ની AGM મળેલ. જેમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રેસિડેન્ટ તરીકે ભરતભાઈ પટેલ પાટણ, સેક્રેટરી તરીકે રાજેશ ઠકકર ડીસા ને તેમજ ટ્રેઝરર તરીકે નિરલ દોશી ની સર્વાનુમતે વરણી કરાઈ.