રાજુલા ના પથ્થર ના અગ્રણી વેપારી તેમજ અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર સાગરભાઈ સરવૈયા ના જન્મદિવસ નિમિત્તે સર્વ રોગ આરોગ્ય નિદાન કેમ્પ નું અયોજન કરવામાં આવેલ રાજુલા મોચી સમાજની વાડી ખાતે યોજાયેલ સર્વ રોગ આરોગ્ય નિદાન કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ તેમજ કોરોના રસીકરણ સહિત અંદાજીત 300 થી વધારે શહેરીજનોએ લાભ લીધો હતો  જેમાં જનરલ ફિઝીશયન લગતી તમામ સારવાર આપવામાં આવી હતી સાથે ૮૫ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા અને ૧૦૦ વ્યક્તિને કોરોના વેકસીનેશન કરવામાં આવ્યું તેમજ આંખો ના નંબર તપાસી ચશ્માંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ સર્વ રોગ આરોગ્ય નિદાન  કેમ્પમાં પર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ વેપારીઓ,આગેવાનો સેવાભાવી યુવાનો સહિત બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

        રિપોર્ટ:અશોક મકવાણા/રાજુલા