કાલોલ મામલતદાર કચેરી ની પાછળ ના ભાગે આવેલ સર્કલ મામલતદાર કચેરીમાં સર્કલ મામલતદાર કાલોલ તરીકે ફરજ બજાવતા રાકેશ સુથારિયા મંગળવારે રૂ ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતા સમગ્ર કાલોલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી મા સન્નાટો છવાયો હતો. રાકેશકુમાર કશનાભાઇ સુથારીયા હોદોઃ નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર કાલોલ ફરીયાદી- આ કામના ફરીયાદીને સરકારી પડતર જમીન ખેતી સારૂ મેળવવા અરજી કરેલ જેમાં સર્કલ ઓફીસરે સંમતિ આપવા સારૂ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને એક સાથે ના થાય તો હપ્તેથી આપવા સંમતિ જણાવેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, જેથી ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે આર.બી.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર,
પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા. દ્વારા ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦/-લાંચની રકમ પોતાની કચેરીમા જ સ્વીકારી પકડાઇ જતા એસીબી ટીમે આગળની કાર્યવાહી કરવા માટે સર્કલ મામલતદાર ને હસ્તગત કરી ગોધરા ખાતે લઈ ગયા હોવાની વિગતો જાણવા મળી છે.