પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધ્યો, લોકો ગરમ વસ્ત્રો અને તાપણાંનો આશરો લેતા દેખાયા

       પાવીજેતપુર પંથકમાં છેલ્લા કેટલીક દિવસોથી ઠંડીમાં વધારો નોંધાયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે પારો સતત નીચે જતો જોવા મળે છે, જેને કારણે આ વિસ્તારના લોકોને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાંનો સહારો લેવાનો વારો આવ્યો છે.

        ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજૂર તેમજ ગરીબ વર્ગના લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાંનો ઉપયોગ કરી રહ્યા છે. નિષ્ણાંતો નું માનવું છે કે આગામી કેટલાક દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે. નગરમાં ગરમ કપડાંની દુકાનો પર ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારે તમેજ મોડી રાત્રે તાપણા કરી ઠંડી થી રક્ષણ મેળવી રહ્યા છે. ઠંડીનો ચમકારો ખૂબ વધી જવાના કારણે પાવીજેતપુર નગરમાં એક પરિવારની મહિલાઓ તગારામાં લાકડા મુકી સળગાવી તાપણું કરી ઠંડી ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

         આમ, ઠંડીનો ચમકારો વધતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે તેમજ વહેલી સવારે તેમજ મોડી રાત્રે તાપણા કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે.