વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કાલોલ ના હોદેદારો અને કમિટી સભ્યો ની બેઠક કાલોલ એનએમજી હોસ્પીટલ ખાતે શનિવારે સાંજે મળી જેમા પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી અને મહિલા વિંગ ના દિપ્તીબેન પરીખ તેમજ પ્રભારી એડવોકેટ સુભાષભાઇ મહેતા હાજર રહ્યા હતા VYO દ્વારા શિક્ષણ, તબીબી સેવા, ગૌ સેવા ઉપર પ્રાધાન્ય આપવામાં આવે છે. આગામી ૨૮ ડિસેમ્બર ના રોજ હોસ્પિટલ મા પુજ્ય મહારાજશ્રી ઊપસ્થિત રહેનાર હોઈ અને ઓકસીજન લાઈન નુ ઉદઘાટન કરનાર હોય આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી.