પાલનપુર માં સરકારી અનાજ ના વહીવટી કરનાર વેપારી પર કોના આશીર્વાદ....?
બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર માં જ સરકારી અનાજ ના માફિયા ખુલ્લેઆમ વટ થી અનાજ ની હેરાફેરી કરી રહ્યા છે લોકો માં ચર્ચા છે ભાજપ નો હોદ્દો ધારણ કરી સરકારી અનાજ નો ખુલ્લો કારોબાર ચલાવવા માં આવી રહ્યો છે જાણે કે ભાજપ નો ખેસ જ અનાજ ની હેરાફેરી માટે પહેર્યો હોય તેવી સ્થિતિ છે ગરીબો ના ભાગ નું અનાજ આ વેપારી મહાશય કરી રહ્યો છે વર્ષો થી તો સુ તમે માનો છો કે પુરવઠા વિભાગ ન જાણતું હોય પણ ભાગ બટાઇ ચાલતી હોય તો ભાઈ ક્સુ દેખાય જ નહિ કોઈ આ બાબતે કઈ પગલાં લે તો પુરવઠા ગોડાઉન સામે એક મકાન માં બોલાવી ને બધું પાર પાડી દેવામાં આવે છે અને એ પણ તમામ સસ્તા અનાજ ની દુકાન માંથી ભંડોળ એકત્ર કરી ને ચર્ચા ચોરે અને ચોંટે છે છતાં પાલનપુર પુરવઠા વિભાગ ને ખબર જ નથી કે સરકારી અનાજ ની કારોબારી થાય છે? એ વાત ગળે એવી છે કે તમે માનો જે હોય તે પણ શરકારે ગરીબો માટે સસ્તા અનાજ ની યોજના બનાવી છે ભાજપ પક્ષ ને મજબૂત કરવા ખેસ પહેરવાવે છે પણ આ મહાશય તો ખુલ્લેઆમ કાળો કારોબાર સસ્તા અનાજ નો કરી રહ્યા છે જે ભવિષ્યમાં પડદો ખુલશે તો ભાજપ ને પણ મોટુ નુકશાન થશે જ બાકી પાલનપુર માં સસ્તા અનાજ ની હેરાફેરી કરનાર અનાજ માફિયા પર ગાળિયો કસવવો જોઈએ એ જનતા અને સમય ની જ માગ છે