કર્ણાટકના શિવમોગામાં 15 ઓગસ્ટના રોજ ફાટી નીકળેલી હિંસા સંપૂર્ણ રીતે રાજકીય રંગ લઈ ગઈ છે. અહીંના બીજેપી ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ માત્ર શિવમોગ્ગામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં PFI અને SDPI જેવા રાષ્ટ્ર વિરોધી સંગઠનોને સમર્થન આપી રહી છે.
કેએસ ઇશ્વરપ્પાએ કહ્યું કે, આ હિંદુત્વવાળા દેશમાં હિન્દુત્વની રક્ષા માટે માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપની જ જરૂર છે. જ્યાં સુધી હિંસાની વાત છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી દીધો છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સરકાર અને પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. ગઈકાલ સુધી શાળાઓ અને કોલેજો બંધ હતી, પરંતુ આજે ફરી ખુલી છે.
શિવમોગા પોલીસે જણાવ્યું હતું કે ટીપુ સુલતાનના અનુયાયીઓનાં એક જૂથે 15 ઓગસ્ટે શહેરના અમીર અહેમદ સર્કલમાં ટીપુ સુલતાનનું બેનર લગાવવા માટે વીર સાવરકરના બેનરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે હોબાળો મચી ગયો હતો. કલમ 144 તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સાવરકર હિંદુત્વ વિચારધારા ધરાવતા હતા, જ્યારે ટીપુ સુલતાન 18મી સદીના મૈસુરના શાસક હતા.
બેનરને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી