સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં વિશ્વ યોગ દિવસે પાણીમાં યોગ કરવામાં આવ્યા હતા. જેમાં ધ્રાંગધ્રાના સ્વિમિંગના કોચિંગ ક્લાસિસમાં રોજ સવારે 10 મિનિટ માટે પાણીમાં યોગની તાલીમ આપવામાં આવે છે. જેમાં કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરાવવામાં આવે છે.આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકો કઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે.જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલા સ્વિમિંગ પુલમાં 7 ક્લબના સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીમાં યોગ કરનાર ધ્રાંગધ્રા શહેરના 7 કલબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. જેમાં પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરનારા લોકોએ પણ યોગથી શરીર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી.