તળાજા તાલુકામાં અસામાજિક તત્વોનો આંતક ખતમ કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે. તળાજા પોલીસ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે પકડાયેલ હાજી બાવનકા અને હુસેન બાવનકા નામના બંને શખ્સની સરભરા પોલીસએ કરી.તળાજા પોલીસ દ્વારા ગઈકાલે કોમ્બિંગ પેટ્રોલિંગમાં હતી એ સમયે આ બંનેના ઘર ઉપરથી તિક્ષ્ણ હથિયારનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
આ બંને ઈસમને તળાજા વિસ્તારની શેરીઓમાં જાહેરમાં સરભરા કરાવી કાયદાનું ભાન કરાવ્યુ. અગાઉ પણ આ બંને શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 325 મુજબ ગુનો દાખલ થયો હતો જેમાં બંને ઈસમો ફરાર હતા.
તળાજામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને માથાભારે તત્ત્વોને ડામવા માટે સ્થાનિક અને જિલ્લા પોલીસે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરી માથાભારે તત્ત્વોના મકાનમાં તલાશી લેતા ઘરમાંથી છરી, કોયતા, તલવાર, ધારિયા સહિતના ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ હથિયારો સાથે પોલીસે બે શખ્સને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.