અખિલ ભારત હિન્દુ મહાસભા વિનોદ ઉપાધ્યાય વિભાગ મંત્રી દક્ષિણ ગુજરાત ફરિયાદી ગોધરા રોડ ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને વેપાર કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. દાહોદ માં છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર-૭ માં માણેકચોક થી ગોવિંદનગર થઈને અનાજ માર્કેટ જવાના રસ્તાનું જે તે સમયે શેઠ શ્રી ગીરધરલાલ માર્ગ રાખવામાં આવેલ હતું ત્યાર બાદ અજાણ્યા ઈસમ  દ્વારા આ રોડ-રસ્તાનું નામ ગુગલ મેપ પર અજાણ્યા ઇસમ દ્વારા ટીપું સુલતાન રોડ કરી દેવામાં આવેલ છે. અને દાહોદ શહેર માં પણ અલગ અલગ રોડ-રસ્તાનું નામ પણ અજાણ્યા ઈસમો દ્વારા મેપ પર બદલવામાં આવેલ છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જેમ કે ભગીની સમાજ થઈને બસ સ્ટેશન રોડ નું નામ ગલીયાકોટ રોડ, માણેકચોક થઈને તળાવ સૈફી હોસ્પિટલ જવાના માર્ગનું નામ પણ તેઓ દ્વારા દાઉદ રોડ કરી દેવામાં આવેલ છે. તેમજ નીલકંઠેસ્વર રોડ થઈને હિંદુ સ્મસાન જવાના રોડનું નામ પણ જુમ્મા મસ્જીદ અને આજ રોડ થી ઇન્દોર હાઇવે-૪૭ રોડ પર જવાના નામ ઓરંગઝેબ કરી દેવામાં આવ્યું છે. તે બાબતે અમો દ્વારા તારીખ ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ આ બદલવામાં આવેલ રોડ-રસ્તા ના નામો કોના દ્વારા બદલવામાં આવેલ છે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) રસ્તાનું નામ બદલવા પાછળ નું કારણ,જે અધિકારી દ્વારા નામકરણ કરવામાં આવેલ છે અને આ કામમાં કોના દ્વારા સમર્થન આપેલ છે તેવી અરજી કરતા દાહોદ નગર પાલિકા દ્વારા તારીખ- ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ અમોની અરજીના અનુસંધાને તેઓ દ્વારા રેકર્ડ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી તેઓ જવાબ આપેલ.આમ દાહોદમાં કેટલાક  ઇસમો દ્વારા ઉપર જણાવ્યા મુજબ રોડ રસ્તાનું નામ તેઓ દ્વારા બદલી દેવામાં આવેલ છે અને હાલમાં તથા ભવિષ્યમાં પણ તેઓ દ્વારા આ પ્રકારના કૃત્યો કરશે તેવી ભીતિ છે.

જેથી હાલની આ અરજી આપી આપ સાહેબને જણાવવાનું કે દાહોદ નગર પાલિકામાં આવેલ ટીપું સુલતાન રોડ કોના દ્વારા રાખવામાં આવેલ છે અને દાહોદમાં પણ બીજા અન્ય રોડ રસ્તાના નામો રાખવમાં આવેલ છે તેની સામે યોગ્ય તપાસ કરી તહોમતદારો ને પકડી મંગાવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મેં કરશોજી.