પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. જેનું જાહેરમાં સરઘસ કાઢી શબક શીખવાડવામાં આવ્યો હતો. તેમજ તેની સામે પશુકૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસે છેલ્લા એક સપ્તાહમાં જૂદી-જૂદી 10 ગાયો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અધમ કૃત્યથી જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ઉદભવ્યો હતો. અને એસિડ નાખનારા શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. દરમિયાન બુધવારે આ શખ્સને ઝડપી લેવાયો હતો.

 આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારોટે જણાવ્યું હતું કે, જે સ્થળે ગાયો ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું. તેની આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી. હ્યુમન સોર્સના આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો. જેનું જાહેરમાં સરઘસ કાઢી શબક શીખવાડવામાં આવ્યો હતો. તેમજ તેની સામે પશુકૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.