દાંતા તાલુકાના બેડા ગામે જમીનનું મનદુ:ખ રાખી ત્રણ યુવકો ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, દાંતા તાલુકાના બેડા ગામે જમીનનું મનદુ:ખ રાખી ત્રણ યુવકો ઉપર હુમલો કરાયો હતો. આ અંગે હુમલો કરનારા ચાર શખ્સો સામે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાંતા તાલુકાના બેડા ગામે નરેશભાઇ સવજીભાઇ ડાભી, રમેશભાઇ અને ભરતભાઇ ખેતરમાં હતા.

ત્યારે જયંતિભાઇ બલુભાઇ ડાભી, ગોવાભાઇ બલુભાઇ ડાભી, નારણભાઇ બલુભાઇ ડાભી અને મેથાભાઇ બલુભાઇ ડાભીએ અમારી જમીનમાં કેમ પ્રવેશ કર્યો છે. તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. અને ત્રણેય ઉપર હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.