ડીસા હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 વ્યકિતઓને ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ડીસા હાઈવે પર ખોડિયાર હોટલ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છકડામાં બેઠેલા દેવીપુજક પરીવારના 3 સભ્યો ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

જેમાં બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. ડીસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.