ગુજરાત મીડિયા ક્લબ દ્વારા તાજેતરમાં ભવ્ય રાષ્ટ્રીય કક્ષાના ‘ભારતકુલ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આયોજન શિવકથા અંતગર્ત કરવામાં આવ્યુ હતું . તળાજાના પ્રખ્યાત કથાકાર આશુતોષ અન્નક્ષેત્રના ભારદ્વાજબાપુએ શ્રોતા ગણને શિવકથાનું અમૃતપાન કરાવ્યું હતું.
તળાજાના પ્રખ્યાત શિવકથાકાર ભારદ્વાજબાપુએ તેમના પ્રવચન દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાના મહત્ત્વ વાત કરી હતી.બાપુએ પોતાના વચનમાં જણાવ્યું કે, “ભક્તિ એવી હોવી જોઈએ કે કામ તમારું હોય અને ચિંતા ભગવાન કરે. નરસિંહ મહેતાના જીવનમાં આ વાતનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે"સનાતન સંસ્કૃતિનું જતન આપણા દેશ માટે પ્રગતિનો પાયો છે. આ સંસ્કૃતિ દ્વારા જ આપણું સમાજ અને દેશ બંને વિકાસની દિશામાં આગળ વધી શકે છે.”
આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અનેક પ્રખ્યાત વ્યક્તિઓની ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, લેખક જય વસાવડ, ગાયક આદિત્ય ગઠવી, કલાકાર હિતુ કનોડીયા, મોના થીબા અને સોસમાન મિર જેવા મહાનુભાવો પણ સામેલ હતા. આ શ્રેષ્ઠ મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ધાર્મિક જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.