ધાનેરામાં મહર્ષિ નારદમુનિજી જયંતીની ઉજવણી કરવામાં આવી

                

        ધાનેરા ખાતે આજે મહર્ષિ નારદમુનીજી જન્મ જ્યંતી નિમિત્તે પત્રકારોના મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં મુખ્ય મહેમાનો તરીકે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાંથી કૈલાશભાઈ ત્રિવેદી , જયેશભાઇ ત્રિવેદી , રમેશભાઈ સોઢા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહર્ષિ નારદમુનીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી .અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વર્ગ લોકમાં નારદમુનિજીના કાર્યો અને તેમના વ્યક્તિત્વ વિશે વિસ્તૃત વાત કરવામાં આવી હતી.સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ધાનેરાના તમામ પત્રકાર ભાઈઓને દ્વારા પણ પત્રકારત્વ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી*