ભાગવત કથામાં દાતા પી.એન.માળી પરિવારે પોથી પૂજનનો લાભ લીધો

ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

 ડીસા નજીક ભાખર ગામે યોજાઇ રહેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહના ચોથા દિવસે કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા એ જીવનમાં ઘણું બધું શીખવાનું છે તેમ જણાવી રામાયણ જીવતા શીખવાડે છે અને મહાભારત મરતા શીખવાડે છે તેમ જણાવી જીવનમાં મરવા અને જીવવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે તેમ જણાવ્યું હતું.

ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઇસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંતશ્રી 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંતશ્રી ખુશાલભારથીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના પી એન માળી પરિવારે લાભ લીધો છે. કથાના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા આવેલા લોકોએ હરસોલ્લાશથી કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લીધો હતો.

કથામાં ચોથા દિવસે પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, "સનાતન ધર્મમાં શ્રીમદ ભાગવત અને રામાયણ એમ બે કથાઓ વર્ષોથી થતી આવે છે. બંનેમાંથી જીવનમાં સતત કંઈકના કંઈક શીખતા રહેવું જરૂરી છે. રામાયણ મનુષ્યને જીવતા શીખવાડે છે અને મહાભારત મરતા. શીખવાડે છે. જેમ સૂર્ય પર કદી અંધારું ન હોય તેમ શ્રીમદ ભાગવત પણ જ્ઞાન સ્વરૂપ છે.

 ચોથા દિવસે કથામાં હર્ષોલ્લાસ પૂર્વક શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઇસ્માની માતાના યાત્રાધામ

ખાતે ચાલી રહેલી કથામાં દેશભરમાંથી દિન પ્રતિદિન સાધુ સંતો મહંતોની સંખ્યા સતત વધતી રહે છે અને અહીં મીની કુંભમેળા જેવું દ્રશ્ય હોય વહેલી સવારે થી લઇ મોડી રાત સુધી લોકો દર્શન કરવા ઉમટી રહ્યા છે..

આ કથા માં દાતાઓ રતનસિંહ જયરામપુરી પરિવાર, રાઠી ગ્રુપ હરિયાણા, બહાદુરસિંહ વાઘેલા ભડથ, એડવોકેટ અશોકભાઈ જોશી, મીરાબેન કસ્તુંરજી સુંદેશા પરિવાર, સૌરભકુમાર ભટ્ટ પરિવાર, આશીર્વાદ ગ્રુપ સુજાનપુર પરિવાર, ચેહરબા બળવંતસિંહ વાઘેલા પરિવાર, સ્વં હરિસિંહ જલસિંહ વાઘેલા પરિવાર, ગીગાજી સવાજી માળી પરિવાર, ડૉ કિરણસિંહ ઓધારજી વાઘેલા પરિવાર, મણાજી ભીમાજી કચ્છવા પરિવાર પણ ઉપસ્થિત રહી દાનની સરવાણી વહેવડાવી હતી.