ડીસાની સિંધી કોલોની હિન્દુ ધર્મશાળાની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીયાઓ જુગાર રમતા હોવાની ડીસા દક્ષિણ પોલીસને બાતમી મળી હતી. 

જેથી પોલીસે રેડ કરી ડીસાની સિંધી કોલોનીમાં રહેતા રોહિતભાઈ સુરેશભાઈ ઠાકોર અને કનુભાઈ દિનેશભાઈ ઠાકોર, ધ્રુવભાઈ રામાભાઈ વજીર અને ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા વિપુલભાઈ મંગાભાઈ રાવળને પોલીસે ઝડપી લીધા હતા.

 તેમજ રોકડ રૂ. 10,210 નો મુદ્દામાલ કબજે કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.