ડીસાના ધનાવાડા વિસ્તારમાંથી હોન્ડા સીટી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે મળી રૂપિયા ચાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઈસમોને બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ઝડપી લીધા હતા.

બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરી હતી. જે અન્વયે એલ.સી.બી. પીઆઈ એ.વી.દેસાઈના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન બાતમી હકીકત આધારે ધનાવાડા ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ગ્રે કલરની હોન્ડા સીટી ગાડી નં.GJ18BC9644 ની તપાસ કરતાં અંદર વિદેશી દારૂ મળી આવ્યો હતો.

કાર ચાલક દશરથભાઈ બાબુભાઈ રામસણા (ઠાકોર) રહે.રમુણ તા.ડીસા તથા બાજુમાં બેઠેલા મનુભા આયદાનસીંહ વાઘેલા રહે.ભડથ તા.ડીસાની અટકાયત કરી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-1488 કિ.રૂ.2,00,496 તથા હોન્ડા સીટી ગાડી કિ.રૂ.2,00,000 તથા મોબાઈલ અને રોકડા મળી રૂ.4,00,496 નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બન્ને વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.