, સેવાલિયા ખાતે આવેલ તાલુકા પંચાયતના સભાખંડમાં તલાટી શ્રી એ.આર .રાઉલજી.નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.
ગલતેશ્વર તાલુકાના ગામ વનોડા ખાતે આવેલ ગામ પંચાયત કચેરીમા તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને અંગાડી ગામ પંચાયતના વહીવટદાર તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીશ્રી એ .આર .રાઉલજી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેઓનું વિદાય અને સન્માન સમારંભ સેવાલિયા ખાતે આવેલ તાલુકા પંચાયતના સભાખંડમાં ઠાસરાઅનેગલતેશ્વર તાલુકામત વિસ્તારના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકેખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ. ગલતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જંયતિભાઈ પરમાર. ભાજપ ના અગ્રણી કાર્યકર શ્રી વિનુભાઈ પટેલ. ગલતેશ્વર તાલુકાના મામલતદાર શ્રી રીટાબેન.પી.રામી તાલુકા વિકાસ અધિકારી શ્રી આર..એસ .જોશી. ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
આ પ્રસંગે 1988 થી 2024 એટલે કેછેલ્લા છત્રીસ વર્ષ સુધી તલાટી કમ મંત્રી તરીકે તેમજગામ પંચાયતોમાં વહીવટદાર તરીકે ખૂબ જ સારી નિષ્પક્ષ સેવા બજાવનાર અને હંમેશા પ્રજાકીય વિકાસના કામોનુ તેમજ દરેક સમાજના લોકો સાથે મિલન સાર સ્વભાવ ધરાવતા અને તલાટી ક્રમ મંત્રીશ્રીનું પહોળું અનુભવ ધરાવતા અને કાયદાકીય નીતિ નિયમો અનુસાર પોતાની ફરજ બજાવી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તલાટી શ્રી એ .આર. રાઉલજીનું ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તેસાલ ઓઢાડી. ફુલહાર કરીઅને પુષ્પગુંજ. તેમજ મોમેન્ટો આપી તેઓશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ કરેલ કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી તેઓનું નિવૃત્તિ બાદ નુજીવન ખૂબ જ સુખ શાંતિ અનેતંદુરસ્તીમાં પસાર થાય અને નિવૃત્તિ બાદપણ પ્રજાને મદદરૂપ બની લોકસેવાના કામો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ગલતેશ્વર તાલુકાના તમામગામ પંચાયતોના તલાટી કમ મંત્રી શ્રી ઓ. તાલુકા પંચાયત અધિકારીશ્રીઓ. મામલતદાર કચેરીના અધિકારીશ્રીઓ તેમજ સામાજિક કાર્યકરઆગેવાનો. સરપંચો .તેમજ પત્રકાર મિત્રો. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થતા તલાટી શ્રી એ.આર રાઉલજીનુ ફુલહાર અને પુષ્પઞુજ આપી સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સેવાલિયાના અગ્રણી નીતિનભાઈ પટેલે કર્યો હતો અંતમાં આભાર વિધિ અને આભાર દર્શન નિવૃત્ત થતા તલાટી શ્રી એ.આર રાઉલજીએ કર્યું હતુ આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવવા બદલ આવેલ તમામ મહાનુભવોનુ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી .