રાધનપુર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસેથી મોટી પીપળી ગામનાશખ્સે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને ગાડીમાં બેસાડી થરા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના શૈલેષ ભુરાભાઇ રાવળ તા. 16 સપ્ટેમ્બરે સવારે 10:00 ના અરસામાં રાધનપુર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે ઇકો ગાડી લઈને આવ્યો હતો ત્યાં આગળ એક મહિલાને કહેલ કે બોલ્યા ચાલ્યા વગર ગાડીમાં બેસી જા અને હું કહું તેમ કર નહિતર તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મહિલાને ગાડીમાં બેસાડી થરા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું.
જો કોઈને કહીશ તો તને તારા પતિ અને તારા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અગાઉ પણ મહિલાની મરજી વિરુદ્ધ તેના ઘરે જઈ એકલતાનો લાભ લઇ મહિલા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ મોટી પીપળી ગામના શૈલેષ ભુરાભાઈ રાવળ સામે ફરિયાદ નોંધાવી હતી.