શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગનો મામલો: ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ તપાસ માટે પહોંચી, BU પરમિશન, ફાયરસેફ્ટી અને અન્ય સુરક્ષાને લઈને તપાસ શરૂ કરી

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના મુખ્ય મથક શિહોરી ખાતે ગઈકાલે એક ખાનગી હોસ્પિટલના આઇસીયું વિભાગમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલમાં અચાનક આગ લાગતા લોકો આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે હોસ્પિટલના આઇસીયુમાં એડમીટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત નીપજ્યું હતું. તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બાળકોને સારવાર અર્થ શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આજે કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પીટલમાં આગ ભભુકવાનો મામલે પાલનપુર યુજીવીસીએલની ટીમ શિહોરી પહોંચી હતી. આગ લાગવાનું કારણ જાણવા યુજીસીવીસીએલની ટીમે પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જે બાદ ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ પણ પહોંચી હતી. ખાનગી હોસ્પિટલની બીયુ પરમિશન ફાયરસેફ્ટી અને અન્ય સુરક્ષાને લઈને તપાસ શરૂ કરી હતી.