દ્વિચક્રી મોટર વાહનના જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય હેલ્મેટ વગર મોટર વાહન ચલાવનાર વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ ૩ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
દાહોદ : દાહોદ જિલ્લામાં હેલ્મેટ સિવાય દ્વિચક્રી મોટર વાહન ચલાવતા ૧૨ ડ્રાઈવીંગ લાયસંસ ધારકોને મોટર વાહન અધિનિયમ - ૧૯૮૮ અંતર્ગત નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ તમામ અરજદારોએ હેલ્મેટ પહેર્યા સિવાય દ્વિચક્રી મોટર વાહન જાહેર સ્થળે ઉપયોગ કરેલ હોઈ ૩ (ત્રણ) માસ માટે તેઓનું ડ્રાઈવિંગ લાયસંસ સસ્પેંડ કરેલ છે.દાહોદ જિલ્લાની તમામ મોટરિંગ પબ્લિકને જણાવવામાં આવે છે કે મોટરવાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ દ્વિચક્રી મોટરવાહનના જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય છે. જિલ્લા રોડ સેફટી કમિટી દાહોદ દ્વારા દાહોદ જિલ્લાને “ઝીરો ફેટલ ઝોન” ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) બનાવવાનો નિર્ણય કરેલ છે. આથી આવનાર દિવસોમાં હેલ્મેટ પહેર્યા સિવાય મોટર વાહન ચલાવનાર ઓવરસ્પીડીંગમાં મોટરવાહન ચલાવનાર, રોંગ સાઈડમાં મોટરવાહન ચલાવનાર વગેરે જેવા ગુન્હાઓ માટે ડ્રાઈવનું આયોજન આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
આથી તમામ જાહેર જનતાને ટ્રાફિકના તમામ નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અને દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવામાં સહભાગી થવા વાહન વ્યવહાર સહાયક પ્રાદેશિક અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.