લીઓ મીડિયા કલેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત, અને અમૃતપાલ સિંહ બિન્દ્રા અને આનંદ તિવારી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ નું દિગ્દર્શન આનંદ તિવારીએ કર્યું છે અને તેઓએ આત્મિકા ડીડવાનિયા અને કરણ સિંહ ત્યાગી સાથે મળીને આ શ્રેણીની વાર્તા પણ લખી છે.

સંગીત, વારસો, પ્રેમ, મહત્વાકાંક્ષા અને ઓળખની દુનિયાની એક ઊંડાણપૂર્વકની વાર્તા સાથે, ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ ની આ નવી સીઝનમાં ઋત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, શીબા ચઢ્ઢા, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલંગ અને કુણાલ રોય કપૂર સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકામાં છે અને આ સિરીઝમાં નવા કાસ્ટ સભ્યોમાં દિવ્યા દત્તા, રોહન ગુરબક્સાની, યશસ્વિની દાયમા, આલિયા કુરેશી અને સૌરભ નય્યર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે.

મુંબઈ— 13 નવેમ્બર, 2024—ભારતના સૌથી પ્રિય મનોરંજન પ્લેટફોર્મ, પ્રાઈમ વિડિયો પર 13 ડિસેમ્બર, 2024 ના રોજ ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ નું પ્રીમિયર લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડ્રામાની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. આ લોકપ્રિય સંગીતમય ડ્રામાની આ નવી સીઝન સાથે તેની મૂળ વાર્તા સાથે સફર આગળ વધારશે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જટિલ રાગ, તાલ અને બંદીશ સાથે આધુનિક રોક અને પોપના બોલ્ડ, ઇલેક્ટ્રીક બીટ્સ સાથે કલાત્મક રીતે મિશ્રિત કરવામાં આવેલ છે, અને આ સિરીઝમાં અમારા મુખ્ય કલાકારો – રાધે અને તમન્ના – હવે પોતાના માટે સ્વીકૃતિ અને ગૌરવની શોધમાં એકબીજાની સામે છે. આ વાર્તા કૌટુંબિક વારસાનું વ્યક્તિત્વ, સશક્તિકરણ અને જૂના અને નવા વિચારો વચ્ચેના સંતુલનને દર્શાવે છે, અને આ ડ્રામાનો દરેક પાત્ર પોતાના સ્વયંની શોધમાં છે અને સત્ય સ્વીકારે છે. આ સિરીઝ, અમૃતપાલ સિંઘ બિન્દ્રા દ્વારા નિર્મિત છે, અને આનંદ તિવારી દ્વારા નિર્દેશિત છે, જેને લીઓ મીડિયા કલેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડક્શનમાં બનાવવામાં આવી છે અને તેમાં બહુપ્રતિભાશાળી કલાકારો ફરીથી જોવા મળશે, જેમાં ઋત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, શીબા ચઢ્ઢા, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલાંગ અને કુણાલ રોય કપૂરનો સમાવેશ થાય છે. આ સિરીઝમાં નવા કલાકારોમાં, દિવ્યા દત્તા, રોહન ગુરબક્ષાની, યશસ્વિની દાયમા, આલિયા કુરેશી અને સૌરભ નય્યર પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ નું પ્રીમિયર ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ વિડિયો પર વિશેષરૂપે લોન્ચ થવાનું છે.

પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના હેડ ઓફ ઓરિજિનલ, નિખિલે મધોકએ કહ્યું કે, “પ્રાઈમ વિડિયોમાં, અમે એવી વાર્તાઓ અને વિચારો રજૂ કરવામાં ગર્વ અનુભવીએ છીએ જે માત્ર સાંસ્કૃતિક રીતે જ સંબંધિત નથી, પરંતુ અમે ભારતમાં ઉજવવામાં આવતી પરંપરાઓની સમૃદ્ધતાનું પ્રદર્શન પણ કરીએ છીએ. ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ એ પણ અમારી આ વૈવિધ્યસભર સૂચિમાં એક એવું રત્ન છે. અમે અમારા ગ્રાહકો સમક્ષ આ લોકપ્રિય મ્યુઝિકલ ડ્રામા રજૂ કરવા માટે અમૃતપાલ સિંહ બિન્દ્રા અને આનંદ તિવારી સાથે ફરી એકવાર સહયોગ કરી રહ્યા છીએ અને તેના માટે રોમાંચિત છીએ. ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ ની આ નવીનતમ સિઝન સાથે, અમે વારસા, ઓળખ અને મહત્વાકાંક્ષાની થીમ્સ સાથે આ સંગીત અને વાર્તાને આગળ વધારી છે. આ એક એવી ભવ્ય વાર્તા છે જેને અમે અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઉત્સાહિત છીએ અને અમને વિશ્વાસ છે કે તેને પ્રથમ સીઝન જેવો જ પ્રેમ અને પ્રશંસા મળશે.”

‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ ના નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાએ કહ્યું કે, “આ શ્રેણી ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન 2’ માટે અમે ગર્વ અનુભવીએ છીએ. અમે પ્રથમ સિઝનમાં, અમારી મહત્વાકાંક્ષા સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતને અધિકૃત અને આકર્ષક રીતે પ્રદર્શિત કર્યું હતું, કારણ કે તેને ભાગ્યે જ મુખ્ય પ્રવાહના ભારતીય મનોરંજનમાં સ્થાન આપવામાં આવે છે. આ વાર્તા પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે, જે લગભગ દરેક વ્યક્તિના જીવનનો પડઘો છે. આ ડ્રામાની બીજી સીઝન સાથે, અમે પ્રથમ સીઝનમાં વાર્તા જ્યાં અધૂરી છોડી હતી ત્યાંથી જ આગળ વધારી રહ્યા છીએ, પરંતુ અમે આ સીઝનમાં અનેક સંઘર્ષો દર્શાવ્યા છે અને રાધે અને તમન્ના વચ્ચેનો તણાવ નાટકીય સ્તરે પહોંચે છે! અમને પ્રથમ સીઝન માટે લોકોનો સાર્વત્રિક પ્રેમ અને પ્રશંસા મળી હતી અને દર્શકોના આ પ્રેમને લીધે અમારી કાસ્ટ અને ક્રૂ મેમ્બર અને પ્રાઇમ વિડિયોમાં અવિશ્વસનીય સહાયક ટીમના વિશ્વાસ અને કાર્યને માન્યતા મળી છે, અને અમે ભારતમાં અને સમગ્ર વિશ્વના પ્રેક્ષકો માટે એક નવી સીઝન પ્રસ્તુત કરવા માટે 13 ડિસેમ્બરની આતુરતાપૂર્વક રાહ જોઈએ રહ્યા છીએ.