આજ રોજ તારીખ 10/11/2024 રવિવારે 

 શ્રી અખિલ હિન્દ મહિલા પરિષદના યજમાન પદે બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, સભાગૃહ, ખાતે ગુજરાત શાખા ના પ્રમુખ અને કાલોલ ના શ્રીમતિ દિપ્તીબેન પરીખ ના પ્રમુખ સ્થાને યોજાયુ હતું. અધિવેશનમાં અધ્યક્ષશ્રી : શ્રીમતી ભારતીબેન યશવન્તભાઈ ઝવેરી (મુંબઈ-પાટણ) હાજર રહ્યા હતા. ચેરપસૅન શ્રીમતી દીપ્તિબેન પરીખ તથા મુખ્ય અતિથિ તરીકે બા. શ્રીમતિ ભિખિબા બળવંતસિંહજી રાજપૂત (ગોકુલ પરિવાર, સિધ્ધપુર) હાજર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉ.કિરીટભાઈ પટેલ(મા.ધારાસભ્યશ્રી, પાટણ ઉ.ગુ.), ડૉ. શ્રી યશવન્તભાઈ ઝવેરી (શ્રી પાટણ જૈન મંડળ) શ્રી તૃપ્તિબા મેઘદીપસિંહ રાઓલ (સામાજિક કાર્યકર) ગાંધીનગર, ગુજરાત. શ્રી ઝુઝારસિંહજી સોઢા (પૂર્વ પ્રમુખ, રોટરી કલબ, પાટણ), ની વિશિષ્ટ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા ના પ્રમુખ શ્રી દિપ્તીબેન પરીખ અને મંત્રી શ્રી અંજુબેન મહેતા, ગુજરાત શાખા ના ટ્રસ્ટ પ્રમુખ શ્રી ર્ડા. લક્ષ્મીબહેન ગાંધી, શ્રીમતી વર્ષાબહેન ઠકકર (ઝોનલ ઓર્ગેનાઈઝર), ડૉ. લીલાબેન મહેન્દ્રકુમાર સ્વામી (મંત્રીશ્રી, ભગિની સમાજ-પાટણ), એડવોકેટ શ્રી સંધ્યાબહેન પ્રધાન (મંત્રીશ્રી મહિલા મંડળ, પાટણ) ની વિશિષ્ટ ઉપસ્થિત માં ગુજરાત પ્રાંતનું અધિવેશન પાટણ શાખા ને પ્રથમવાર યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અધિવેશન હતું જેમાં ગુજરાત શાખા ની તમામ શાખા માંથી મોટી સંખ્યા માંથી મહિલાઓ આ અધિવેશનમા હાજરી આપી પાટણ શાખા ના યજમાન પદે આ અધિવેશન ને સફળ બનાવ્યું હતું.