રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે દારૂનો આથો ખાઈ જતા ગોંડલ તાલુકાના વાસાવડમાં બે ગાયના મોત થયાના બનાવ બનતા લોકોમાં દારૂનો ધધો કરતા લોકો સામે રોષ ભભૂકી ઉઠતા પોલીસે એક્શન લીધા હતા.

દેશી દારુનો આથો ખાઇ જવાથી મોત નિપજ્યાની ચર્ચાઓ વચ્ચે પોલીસે મોડે મોડે આ પંથકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડીને બે મહિલા સહિત ચાર શખ્સને દેશી દારુ, આથો તથા અન્ય સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિસ્તારમા દેશીદારુ ની ભઠ્ઠીઓ ધમધમતી હોય દારુનો આથો ખાઇ જવાથી ગાયો ના મોત નિપજ્યાની ચર્ચાઓ એ વેગ પકડતા સફાળી જાગેલી પોલીસે દરોડો પાડી દેવીપુજક હરેશભાઈ જીલુભાઇ વાઘેલા,શાયર ચંદુભાઇ વાઘેલા,હંસાબેન જીલુભાઇ વાઘેલા તથા અંજુબેન કિશોરભાઈ વાડોદરીયાને 800 લિટર આથો અને 40 લિટર દેશી દારૂ સહિતના માલસામાન સાથે ઝડપી લઈ તેમજ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આમ,દેશી ઝેરી દારૂનો વેપલો ચાલુ રહેવા પામ્યો છે.