રાજ્યમાં આગાહી મુજબ સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ પડી રહ્યો છે,નદી નાળા અને જળાશયો છલકાયા છે.
જિલ્લાના પોશીનામાં છ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જોવા મળી રહ્યો છે, હિંમતનગર પણ વરસાદ છે. હાથમતી જળાશય 73 ટકા અને ગુહાઈ જળાશય 50 ટકા ભરાયા છે અને પાણીની આવક સતત ચાલુ છે. પોશીનામાં ધોધમાર વરસાદ પડતા ગોયા તળાવ છલકાઈ ગયું હતું .
જ્યારે વડાલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ઇડરના રાણી તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું છે.
ઇડર, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, પોશીના, વડાલી, વિજયનગર, અને હિંમતનગર તાલુકામા વરસાદ પડી રહ્યો છે.
સાબરકાંઠા જીલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે જેમાં ગુહાઈ જળાશય, હાથમતી જળાશય,હરણાવ જળાશય, ખેડવા જળાશય, જવાનપુરા બેરેઝમાં નવા નીર આવ્યા છે