જેતપુરમાં જૂની અદાવતનો ખાર સામાજિક કાર્યકર મહિલાને ખૂનની ધમકી

ભત્રીજીને ભગાડી જતા તેના વિરુદ્ધ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી ધમકી આપી

જેતપુરમાં જુની અદાવતનો ખાર રાખી સામાજીક કાર્યકર મહિલાને શખ્સ ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે ભત્રીજીને ભગાડી જતા તેના વિરુદ્ધ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી ધમકી આપી હતી . 

જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં ગોંદરા વિસ્તારમાં ખાખામઢી પાસે રહેતા અને સામાજિક કાર્યકર્તા રમાબેન રામજીભાઈ મકવાણા ( ઉ.વ .૬૦ નામના મહિલાએ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે દેરડી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા મનિષ ઉર્ફે કાનો પ્રેમજીભાઈ વાઘેલાનું નામ આપ્યા છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અગાઉ ફરિયાદીની ભત્રીજીને ભગાડી ગયો હોય જે અંગે તેના વિરુદ્ધ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી ગઈ કાલે ફરિયાદી દેરડી અવાસ યોજના ક્વાટર ખાતે કચરો સાફ કરાવવા અને લાઈટ રીપેરીંગ કરાવવા ગયા હતા ત્યારે આરોપીએ આવી તેમને તથા તેમની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે તેમણે જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રીને અરજી હતી . જેના આધારે જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .