વાવ તાલુકાના ટડાવ ગામે આવેલા તળાવના બાવળોમાં કોઈક કઠોર કાળજાની માતા તાજા જન્મેલા નવજાત શિશુને મૂકી જતી રહી હતી. આ શિશુ ગામ લોકોની નજરે પડતાં તરત બાળકને ટડાવ સરકારી દવાખાને લાવી સારવાર શરૂ કરાઇ હતી.
અને માવસરી પોલીસને જાણ કરતા માવસરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. આમ કઠોર કાળજાની માં સામે લોકોએ ફીટકાર વરસાવી હતી.