આપણા દેશનો પ્રાચીન ઇતિહાસ અને વૈદિક મહત્વ ખુબજ પ્રાચીન માનવામાં આવે છે જે પૈકી ચોમાસામાં વરસતા વરસાદ દરમિયાન આવતા મઘા નક્ષત્રના વરસાદ ના પાણીનું અનોખું મહત્વ છે.
મઘા નક્ષત્રમાં પડતા વરસાદી પાણીનો ધાર્મિક અને આયુર્વેદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નક્ષત્ર માં ધરતી ઉપર પડતા પવિત્ર પાણીથી ધરતી તૃપ્ત બને છે અને મબલક પાક ઉતરે છે.

આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ આજે તા. 17 ઓગસ્ટે સવારે 7:30 થી 30 ઓગસ્ટે રાત્રી ના 3:19 સુધી મઘા નક્ષત્ર માં રેહશે.
મઘા નક્ષત્ર પડતા વરસાદનું પાણી ગંગાજળ જેવું માનવામાં આવે છે,તે બગડતું નથી અને તેના ઉપયોગ થી અનેક બીમારીઓ દૂર થાય છે અગાઉ વૈદ્ય લોકો દવાના રૂપમાં આ પાણી દર્દીઓને આપતા હતા.
મઘા નક્ષત્રમાં પડતું વરસાદના પાણીને સોના જેવું કિંમતી માનવામાં આવે છે, માન્યતાઓ મુજબ ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા નક્ષત્ર માં પડતું વરસાદનું જ પાણી પીવે છે.

અગાઉના વડીલો મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવતા હતા, સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ વૈદો હકીમો સારી રીતે જાણે છે, આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ મનાય છે.નાના બાળકોને આપવાથી પેટમાં રહેલા કૃમિનો નાશ થાય છે.
આયુર્વેદિક દવાઓમાં પણ મઘાના પાણીનો ઉપયોગ થાય છે.
મઘા નક્ષત્રમાં પડતાં વરસાદના પાણીને મહાદેવ પર અભિષેક માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે.
શુભ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.
મઘાનું પાણી ગંગાજળની જેમજ આખું વર્ષ દરમિયાન બગડતું નથી પરિણામે ગંગાજળની માફક તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધન વધે છે.
આમ મઘા નક્ષત્રનું પાણી સોના અને અમૃત સમાન ગણવામાં આવે છે.
જો,આપ મઘા નક્ષત્ર માં પડતા પાણીનો સંગ્રહ કરીલો તો તે ગંગાજળ ની જેમ ઉપયોગ કરી શકો છો