આ રહ્યા માર્ગ અને મકાન વિભાગ રાજુલાની પોલખોલ ના જીવંત દ્રશ્યો

 સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ઉપર પુલ ઉપર ગાબડું પડી જતા ટ્રક નો પાછળ નો જોટો ગાબડા માં ફસાઈ જતાં હાઈવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા જે.સી.બી. ની મદદ થી પીપાવાવ ચોકડી આગળ નાળા ઉપર ફસાયેલાં ટ્રક ને કાઢવામાં આવ્યો હતો અને ટ્રાફિક ખુલ્લો કરવામા આવ્યો હતો. લાંબો સમય ટ્રાફિકજામ સર્જાતા ટ્રકની બંને સાઇડમાં આગળ પાછળ લાંબી લાઇનો લાગી ગઇ હતી અને વાહનો વાળાને કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું અને પાણી વગરના મુસાફરો પણ હેરાન પરેશાન થઇ ગયા હતા હજી તો આ નેશનલ હાઇવે ઓથોરિટી નું કામ ચાલુ છે અને ટોલ વસૂલવાની કામગીરી પણ થઈ રહી છે. પણ આ ઓથોરિટી દ્વારા કોઈ સગવડતા રોડ રસ્તા ની આપવામાં આવતી નથી ઠાગા ઠયા કરું છું અને ચાંચુડી ઘડાવું છું જાવ કાબરબાઈ કાલ સવારે આવું છું એવો ઘાટ આ રોડ ઓથોરિટી વાળા એ સર્જી દીધો છે અને હજી પણ કામ પુરુ કરવામા આવી રહ્યું નથી. ઓથોરિટીને બ્લેક લિસ્ટમાં નાખી દઈ કામ કોઈ સારી ઓથોરિટીને આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી