લાભ પાંચમના પવિત્ર દિવસે કાલોલ ખાતેથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર અને ચિરાયુષ્યમાન અનુગ્રહકુમાર ની ઉપસ્થિતિ મા સત્સંગ સુધા મંડળ કાલોલ ખાતે થી પુષ્ટી પથ પદયાત્રા નો આરંભ કરાવ્યો વહેલી સવારે આઠ કલાકે ધ્વજાજી નુ પુજન મહારાજશ્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ગોપાલલાલજી મંદિર તથા રણછોડજી મંદિરે પહોંચી મંગળાના દર્શન કરી કાલોલ ના રાજમાર્ગો પરથી પસાર થઈ વલ્લભદ્વાર સુધી પહોંચી હતી માર્ગમાં મહારાજ શ્રી નું અને શોભાયાત્રા નું ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાલોલ થી સૌ પ્રથમવાર નાથદ્વારા સુધી પદયાત્રા નો પ્રારંભ મહારાજશ્રી ની આજ્ઞા અને આશીર્વાદ અનુસાર કરવામાં આવ્યો છે. જેમાં હાલોલ ડભોઇ વડોદરા સુરત થી ૩૫ જેટલા વૈષ્ણવો જોડાયા છે અને કાલોલ નગરમાંથી ૩૫ વૈષ્ણવો એમ કુલ મળીને ૭૦ જેટલા વૈષ્ણવો પદયાત્રામાં જોડાયા છે. જેઓ ૧૭ મી નવેમ્બરે નાથદ્વારા ખાતે મંદિરમાં ધ્વજાજી ચડાવશે. વલ્લભદ્વાર ખાતે થી મહારાજશ્રી એ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે શ્રીનાથજી તરફ જે કોઇ વૈષ્ણવ ગતી કરે છે શ્રીનાથજી સ્વયં તે વૈષ્ણવ તરફ ગતી કરે જ છે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટી મા આદર્શ ઉદાહરણરૂપ પદયાત્રા બને અને વૈષ્ણવ સમાજ નુ ગૌરવ વધે તેવી શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપી પદયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતુ.