પાલનપુર નગરે કલ્યાણકારી ચાતુર્માસ અંતર્ગત માતા પિતા છે મહાન એક અદ્ભુત કાર્યક્રમ યોજાયેલ.

જે બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે અને જો તે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામે તો બાળકોને આજીવન સૂતક લાગે છે-ડો રાજુલ દેસાઇ

પાલનપુર નગરે કલ્યાણકારી ચાતુર્માસ અંતર્ગત શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદ અને પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં માતા પિતા છે મહાન,એક અદ્ભુત કાર્યક્રમ યોજાયેલ.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીમતી ડો.રાજુલબેન દેસાઈ પૂર્વ સદસ્ય,રાષ્ટ્રીય મહિલા આયોગ,ચેરમેન,વુમન ડેવલોપમેન્ટ કમિટી,યુ.જી.સી, ભારત સરકાર,પ્રેરક ઉપસ્થિતી પ્રમુખશ્રી જીલ્લા પંચાયત પાટણ શ્રીમતિ ભાનુમતીબેન મકવાણા,અતિથિ વિશેષ શ્રીમાન હરેશભાઈ.એચ ચૌધરી સદભાવના ગ્રુપ,મુખ્મ સંયોજક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સ્પોર્ટ્સ સેલ,શ્રીમતિ હેતેલબેન રાવલ નગરપાલિકા પ્રમુખ-પાલનપુર,શ્રીમતિ ભીખીબેન વોરા,પ્રમુખ મહિલા મોરચો બનાસકાંઠા,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી હેતલબેન ઠાકોર,શ્રી દેવેન્દ્રભાઈ રાવલ કોર્પોરેટર વિગેરે ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમમાં માન્ય એકેડમીના મેનેજીંગ ડાયરેક્ટર મનીષાબેન જોષી,મુખ્ય કારોબારી અધિકારી નેહાબેન પુજારાએ પુષ્પગુછથી સન્માનનીત કરેલ.આ પ્રસંગે પં.શુભમ કટારીયા એ સંવેદના કરાવેલ.જે બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે અને જો તે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામે તો બાળકોને આજીવન સૂતક લાગે છે-ડો રાજુલ દેસાઇ એ જણાવેલ અને સાથે પ્રમુખશ્રી જીલ્લા પંચાયત પાટણ શ્રીમતિ ભાનુમતીબેન મકવાણા,શ્રીમતિ નેહબેન પુજારા એ માતા પિતાનું મહત્વ સમજાવેલ.આ પ્રસંગે પાલનપુર ગામના ભાવિકો ઉપસ્થિત રહેલ.